દેશ

પીએમ મોદીએ કહ્યું કોરોના સંકટને અવસરમાં પલટીશું, લોકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે કોલ સેક્ટર

183views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આત્મનિર્ભર ભારત અંતર્ગત ખાનગી સેક્ટર માટે 41 કોલ બ્લોકની હરાજીની પ્રક્રિયા શરૂ કરાવી. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યંમ કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ સંકટને અવસરમાં ફેરવશે. ભારત તેની આયાત પરની નિર્ભરતા ઘટાડશે. જેનાથી ભારતના કરોડો રૂપિયાના વિદેશી હુડિયામણની બચત થશે. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે ભારતને આયાત કરવાની જરૂર નહી રહે. આ માટે દેશમાં સાધનો અને સંસાધનોનો વિકાસ કરાઈ રહ્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે આજે ઉર્જા ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલુ લેવા જઈ રહ્યો છે. એક મહિનાની અંદર દરેક જાહેરાત, દરેક સુધારા પર ઝડપથી કામ થઈ રહ્યુ છે. પછી તે કૃષિ હોય કે એમએસએમઈ સેક્ટર હોય. આજે ખાનગી સેક્ટર માટે કોલ બ્લોક્સની હરાજી શરૂ થઈ છે તેની સાથે જ કોલ સેક્ટરને લોકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે મજબૂત ખાણકામ અને ખનીજ સેક્ટર વિના આત્મનિર્ભર ભારત શક્ય નથી. કારણ કે ખનીજ અને ખાણકામ એ આપણા અર્થતંત્રના મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. આ સુધારા પછી હવે કોલસા ઉત્પાદન, સમગ્ર કોલસા ક્ષેત્ર પણ એક રીતે સ્વનિર્ભર બનવા માટે સક્ષમ બનશે. 2030 સુધીમાં ભારતનુ લક્ષ્ય આશરે 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું છે. આ માટે આશરે 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.