તાજા સમાચારદેશ

વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો: UNSC પરિષદમાં ભારતને મળી સૌથી મોટી જીત, ભારતની આ મોટી સફળતાથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન

1.74Kviews

ભારત આઠમી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય બન્યુ છે. આ અનોખી સિદ્ધીથી ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે. જેથી હવે ભારત 2021-22 સુધી સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો સભ્ય બની રહેશે.193 સભ્યો ધરાવતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75માં સત્ર માટે અધ્યક્ષ સુરક્ષા પરિષદના હંગામી સભ્યો અને આર્થિક તેમજ સામાજિક પરિષ્દના સભ્યોની ચૂંટણી કરાવવાની હતી.

પીએમ મોદીએ આપી જાણકારી

યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા જબરજસ્ત સમર્થન માટે આભારી. ભારત વૈશ્વિક શાંતિ, સલામતી, સ્થિતિસ્થાપકતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા તમામ સદસ્ય દેશો સાથે મળીને કામ કરશે.
ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાશે.