Uncategorized

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો, જાણો કયા મનપામાં કયા કયા ગામો થયા સામેલ?

1.55Kviews

ગુજરાત સરકારે રાજ્યની 6 મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરીને આસપાસના ગામો અને નગરપાલિકાને મનપા હેઠળ આવરી લીધી છે. જે 6 મનપાનો વિસ્તાર વધારાયો છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

અમદાવાદમા બોપલ-ઘુમા નગરપાલિકાને અમદાવાદ કોર્પોરેશનની હદમાં ભેળવી દેવાઈ છે. આ ઉપરાંત નવ ગામોને અમદાવાદ મનપામાં આવરી લેવાયા છે. તેવી જ રીતે ગાંધીનગર મનપામાં 1 નગરપાલિકા અને 18 ગામડાઓને સમાવી લેવાયા છે. જ્યારે વડોદરા મનપામાં પણ વધુ સાત ગામોને ઉમેરીને મનપાના વિસ્તારમાં વધારો કરાયો છે. મનપાની હદમાં સમાવી લેવાતા હવે આ તમામ વિસ્તારોમાં આંતરમાળખાકિય સુવિધાઓ વધુ ઝડપી બનશે જેનો લાભ આ ગામોમાં રહેતા લોકોને મળશે.

અમદાવાદ મનપા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો
• બોપલ-ઘુમા નગરપાલિકા
• ચિલોડા-નરોડા(શહેર), કઠવાડા
• સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર
• બિલાસિયા, રનાસણ, ખોડીયાર

ગાંધીનગર મનપા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો
• પેથાપુર નગરપાલિકા
• કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા
• વાસણા હડમતિયા, વાવોલ, કોલાવડા, પોર
• અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝૂંડાલ, ખોરજ
• કોટેશ્વર, નાંભોઈ, રાંધેજા
• તારાપુર, ઉવારસદ, ધોલાકુવા, ઈન્દ્રોડા,
• લવારપુર, શાહપુર, બાસન

વડોદરા મનપા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો
• ભાયલી, સેવાસી, બીલ, કરોડીયા
• ઉડેરા, વેમાલી, વડદલા