ગુજરાત

ધોરણ 10ની માર્કશીટ વિતરણની તારીખ જાહેર, શાળાઓને જિલ્લાના બદલે તાલુકા કચેરીએથી મળશે માર્કશીટ

1.85Kviews

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરીણામ ઓનલાઈન જાહેર થઈ ગયુ છે પરંતુ માર્કશીટ હજુ સુધુ અપાઈ નથી. હવે શિક્ષણ બોર્ડે માર્કશીટ વિતરણની તારીખ નક્કી કરી છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ અપાશે. હાલમાં માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓને જ શાળામાંથી માર્કશીટ મળશે જ્યારે ધોરણ 12 માટે હવે પછી તારીખો જાહેર કરાશે.

કોરોના સંકટને જોતા આ વર્ષે માર્કશીટ વિતરણમાં કેટલાક ફેરફાર કરાયા છે. બોર્ડ દ્વારા દરેક ડીઈઓ કચેરીમાં તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને અપાશે. જેથી હવે શાળાઓને જિલ્લા કચેરીની જગ્યા પર તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોને ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઇ શિક્ષક કે પ્રિન્સિંપાલ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે.