તાજા સમાચારગુજરાત

કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસના નેતાને લાગી જુગાર રમવાની તલપ, કોંગ્રેસના આ પ્રમુખ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા

696views

કોરોના મહામારીના સમયમાં કોંગ્રેસ દ્વારા લોકોના આરોગ્યની સુરક્ષા માટે સરકારના નિર્ણયોને સહકાર આપવાની જગ્યાએ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે. ત્યાપે આવી મહામારીમાં કોંગ્રેસના શહેર પ્રમુખ જ જુગાર રમતા ઝડપાયા છે.

શું છે સમગ્ર મામલો
ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતા આઠ લોકોની પોલીસે ધરપકડ કરી છે, જેમાં કોંગ્રેસના એક નેતાનો પણ સમાવેશ થાય છે. એક ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશ રાખોલિયા સહિત આઠ શખ્સો જાહેરમાં જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા છે. આ તમામ શખ્સો ધોરાજીમાં કોલેજ ચોક, હનુમાન મંદિર પાસે જાહેરમાં લાઈટના અજવાળા નીચે ગંજીપાના પાના વડે જુગાર રમી રહ્યા હતા, ત્યારે જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ત્યાં આવી પહોંચી હતી.

જોકે, પોલીસને જોઇને તમામ શખ્સો પૈસા અને ગંજીપાના ફેંકી ભાગ્યા હતા. જેઓને તુરંત પકડી લેવાયા હતા. જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં છગન ઠેસિયા, બાવનજી માવાણી, હરેશ ગધેથડીયા, વિપુલ પટેલ, મહેશ દલસાણીયા, વિરેન્દ્રસિંહ વાઘેલા, હરેશ ચૌહાણ, તેમજ ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશ રાખોલીયા રૂ. 31,550ની રોકડ રકમ સાથે ઝડપાયા હતા.