ગુજરાતદેશ

દેશમાં ફરી લોકડાઉનની વાતો માત્ર અફવા, પીએમ સાથેની વીડિયો કોન્ફરન્સિંગ બાદ નીતિન પટેલે કરી સ્પષ્ટતા

356views

પીએમ મોદીએ આજે દેશના વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરાઈ. પીએમ સાથેની વીડિયો કોન્ફરન્સિંગની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યુ કે પ્રધાનમંત્રી સાથે કોરોના વાયરસ અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રિકરવી રેટ, મૃત્યુદર અને હોસ્પિટલ અંગેની ચર્ચા થઇ છે.

આ દરમિયાન નીતિન પટેલે ફરી લૉકડાઉન લાગૂ થવાને લઇને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, લૉકડાઉનની વાત અફવા. નીતિન પટેલે જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારનું લૉકડાઉન દેશમાં આવવાની શક્યતા નથી. ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથી. સરકાર કોરોના સામેની જંગ સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયાસ કરી રહી છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે, PMએ કહ્યુ કોરોના સામે લડત ચાલુ જ રાખવાની છે. વેપાર, મુડીરોકાણ અને રોજગારી વધારવા PMએ ચર્ચા કરી હતી. કોરોનાથી બચવાની સાથે સાથે વેપાર-ધંધા પણ ચાલુ કરવાના છે.