દેશ

ચીનને પીએમ મોદીનો જવાબ : દેશની સુરક્ષા કરતા અમને કોઈ રોકી નહી શકે, ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરશો તો વળતો જવાબ મળશે

411views

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખના ગાલવાન વિસ્તારમાં થયેલી અથડામણ અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના જવાનોનુ બલિદાન વ્યર્થ નહી જાય. દેશની સંપ્રભૂતા સર્વોચ્ચ છે. દેશની સુરક્ષા કરતા અમને કોઈ રોકી નહી શકે અને તે વિશે કોઈનેય જરાય ભ્રમ કે શંકા ન હોવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ થશે તો તમામ પરિસ્થિતિઓમાં યોગ્ય જવાબ આપવામાં ભારત સક્ષમ છે. શહીદ જવાનો અંગે પીએમ મોદીએ કહ્યું કે દેશને એ વાતનુ ગર્વ છે કે સૈનિકો મારતા મારતા શહીદ થયા છે. પીએમ મોદીએ બે મિનિટનું મૌન રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી. દેશના વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠક પહેલા પીએમ મોદીએ આ મહત્વનું નિવેદન આપ્યું.