ગુજરાત

ગુજરાતમાં વ્યવસાયલક્ષી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે રાજ્ય સરકારે આપી વધુ એક સુવિધા

409views

હાલ કોરોના સંકટમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ શૈક્ષણિક સંકુલો બંધ છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયના મતે 15 ઓગષ્ટ પછી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થાય તેવી સંભાવના છે. ત્યારે રાજ્ય સરકારે વ્યવસાયલક્ષી યુવાનો માટે એક નવી જ સુવિધા શરૂ કરી છે. રાજ્યની આઈટીઆઈ બંધ હોવાથી વ્યવસાયલક્ષી તાલીમ મેળવી રહેલા યુવાનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે સીએમ વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ઈ-લર્નિંગ મટિરીયલ તૈયાર કરાયું છે. જેનું આજે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાયું

લોકડાઉન દરમ્યાન 700 સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર્સ દ્વારા 12 જેટલા વિવિધ ટ્રેડ માટે 2000 કલાકથી વધુનું ઈ-લર્નિંગ સાહિત્ય તૈયાર કરાયું છે. આ મટિરિયલ ગુજરાતી ભાષામાં www.talimrojgar.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.

• ફિટર, વાયરમેન, વેલ્ડર, બેઝિક કોસ્મેટોલોજી
• કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ
• સુઈંગ ટેકનોલોજી, ઈલેક્ટ્રીશીયન, મશીનીસ્ટ
• ઈલેક્ટ્રોનિક્સ મિકેનીક, મિકેનીક ડીઝલ
• એટેન્ડન્ટ ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ
• મિકેનીક રેફ્રિજરેટશન એન્ડ એક કન્ડિશનર

ઓનલાઈન શિક્ષમ પદ્ધતિથી ઘેર બેઠા ટેકનિકલ શિક્ષણની ગુજરાતની આ પહેલ ખરેખર અનુસરણીય બની રહેશે.