ગુજરાત

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ?, હવામાન વિભાગની મોટી આગાહી

231views

ગુજરાતમા વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તેમજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 19 તારીખથી વરસાદની તિવ્રતામાં વધારો થવાની સંભાવના છે. અને માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સુચના પણ અપાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદની આગાહી
• દમણ
• દાદરાનગર હવેલી
• વલસાડ
• સુરત
• નવસારી
• અમરેલી
• જૂનાગઢ
• ગીર સોમનાથ