દેશ

જમ્મુ –કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સરપંચ અજય પંડિતાની હત્યામાં સામેલ હિઝબુલનો ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ ઠાર

299views

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓના મનસુબાને ફરી એક વખત નાકામ કર્યા છે. સેનાએ શોપિયામાં એક ગામમા છૂપાયેલા ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી અનુસાર એન્કાઉન્ટરમાં હિઝબુલનો ટોપનો કમાન્ડર ઠાર મરાયો છે. આ સાથે જ સેનાએ સરપંચ અજય પંડિતાની હત્યાનો પણ બદલો લીધો છે. સેનાએ છેલ્લા એક મહિનામાં 30 આતંકવાદીનો ઠાર માર્યા છે. શોપિયામાં 10 દિવસમાં 17 આતંકવાદીઓનો સફાયો કરાયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે આજે શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. જેમાંથી એક હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર છે અને સૌથી મહત્વની વાત એ છે કે હિઝબુલના જે ત્રણ આતંકવાદીઓએ સરપંચ અજય પંડિતાની હત્યા કરી હતી. તે આતંકવાદીઓને આજે સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. સરપંચ અજય પંડિતાની હત્યાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ એટલે કે TRFએ લીધી હતી.