તાજા સમાચારદેશ

દેશમાં લોકડાઉનને લઈને PM મોદીએ આપ્યો આ સ્પષ્ટ સંકેત, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં લોકડાઉનને લઈને જાણો શું કહ્યું PM મોદીએ

10.4Kviews

દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે આજથી બે દિવસ સુધી કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો સાથેની પીએમ મોદીની બેઠક શરૂ થઇ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પૂર્વોત્તર રાજ્યો સાથે બેઠક કરી રહ્યા છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે પણ ભવિષ્યમાં કોરોના સામે લડતની વાત થશે ત્યારે ભારતની લડતને હંમેશા યાદ કરવામાં આવશે.

સાંભળો શું કહ્યું PM મોદીએ

પીએમે કહ્યું કે, લોકડાઉનના સમયમાં ભારતના નાગરિકોએ દર્શાવેલી શિસ્તતાની પ્રશંસા વિશ્વના મોટા નિષ્ણાતો, આરોગ્ય નિષ્ણાતો કરી રહ્યા છે. આજે કોરોના સામે ભારતમાં રિકવરી રેટ 50% થી વધું છે. આજે ભારત એવા દેશોમાં અગ્રેસર છે જ્યાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓનું જીવન બચી રહ્યું છે.

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે હંમેશઆ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, દેશના નાગરિકો જેટલા પ્રમાણમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવશે તેટલા જ ઝડપી દેશની અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢશે. દેશમાં હવે આનલોક 1 માં ઓફિસો, બજારો, ઉદ્યોગો, પરિવહનના સાધનોને છૂટછાટ આપવામાં આવી છે જેના કારણે રોજગારીની તકોમાં પણ વધારો થયો છે.