તાજા સમાચારગુજરાત

કોરોના સંકટ: PM મોદી આજથી 2 દિવસ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે વાતચીત

371views

દેશમાં અનલોક લાગુ કર્યા બાદ દેશના રાજ્યોની સ્થિતિ જાણવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતી કાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકો સાથે આ મહામારી પર લગામ લગાવવાના પ્રયત્નોને લઈને ચર્ચા કરશે. બેઠક બપોરે 3 વાગે શરૂ થશે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.

આજે થનારી બેઠકમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પુડ્ડુચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા નાગર હવેલી, અને દમણ દીવ, સિક્કિમ, લક્ષદ્વીપ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ થશે.

જ્યારે આવતીકાલે પીએમ મોદી મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, તેલંગણા તથા ઓરિસા સાથે વાતચીત કરશે. મુખ્યમંત્રીઓ સાથેની પીએમ મોદીની આ છઠ્ઠા દોરની વાતચીત હશે.