તાજા સમાચારદેશ

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વધુ એક લપડાક, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સામે ઉંધા માથે પટકાયું પાકિસ્તાન

378views

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને એકવાર ફરીથી લપડાક ખાવાનો વારો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ3 માનવાધિકાર પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારત પાસેથી તેને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતે તેને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી છે.

UNHRC માં ભારતના પરમનન્ટ મિશનના ફર્સ્ટ સેક્રેટરી સેન્થીલ કુમારે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, ખુદ નરસંહાર કરનારો દેશ બીજા પર આંગળી ચીંધી રહ્યો છે.

નરસંહાર કરી રહેલા દેશમાં એટલી હિંમત છે કે તે બીજા દેશો પર આરોપ લગાવે

પાકિસ્તાન તેમના જ દેશમાં બલૂચ, પશ્તુન અને લઘુમતીઓ પર અત્યાચાર કરે છે. તેમણે કહ્યું કે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન માનવાધિકાર પરિષદ અને તેની પ્રક્રિયાનો દુરૂપયોગ કરવાનું સતત ચાલું રાખી રહ્યું છે. પાકિસ્તાન દક્ષિણ એશિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સરકાર ખુદ નરસંહાર કરે છે અને તેમ છતાં બીજા દેશો પર આરોપ લગાવે છે. સેન્થિલકુમારે જણાવ્યું કે બીજા દેશોને સલાહ આપતા પહેલા પાકિસ્તાન પોતાના દેશમાં થઇ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે.