તાજા સમાચારગુજરાત

શું ગુજરાતમાં ફરીથી આવશે લોકડાઉન ?, CM રૂપાણીએ કર્યો સૌથી મોટો ખુલાસો

1.38Kviews

એક તરફ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા અનલોક 1 માં રાજ્યમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે, ગુજરાતમા વધી રહેલા કોરોના કેસોને લઇને આગામી દિવોસમાં રૂપાણી સરકાર રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવા જઇ રહી છે. ત્યારે આ અહેવાલો તથા વાતોને લઇને સીએમ રૂપાણીએ સૌથી મોટી સ્પષ્ટતા કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી.

આ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. 1 જૂનથી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.
સીએમ રૂપાણીએ એમ પણ જણાવ્યું છે કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.