તાજા સમાચારદેશવાયરલનું પંચનામું

18 જૂનથી આ રાજ્યમાં લાગૂ થશે દેશનું સૌથી કડક લોકડાઉન.!! જાણો આ વાયરલ મેસેજની સત્યતા

2.46Kviews

એક તરફ દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેવામાં દરેક રાજ્યમાં લોકડાઉન વધારવાની વાતો ચાલી રહી છે. આ તમામ વાતો સાથે અફવાઓનું બજાર પણ ગરમાયું છે. ત્યારે એક સંદેશ સોશિયલ મીડિયા વેબસાઇટ અને મેસેજિંગ એપ્સ પર વાયરલ થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી-એનસીઆરમાં 18 જૂનથી ચાર અઠવાડિયા માટે લોકડાઉન રહેશે.

વાયરલ મેસેજમાં શું છે

બનાવટી લાઇન કહે છે કે, ‘આ વખતે લોકડાઉન ખૂબ કડક રહેશે. કોઈને પણ બહાર જવા દેવાશે નહીં. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન રહેશે. સંદેશના બીજા ભાગમાં લોકોને દિલ્હીમાં લોકડાઉન કરતા પહેલા તેમના કાગળો, ફાઇલો, કમ્પ્યુટર વગેરે મેળવી લેવા અપીલ કરવામાં આવી છે. સરકારના ફેક્ટચેક એકમે આ વાયરલ સંદેશ પર કહ્યું હતું કે ‘આવી કોઈ યોજના ચર્ચામાં પણ નથી’.

સરકારની સ્પષ્ટતા

વાયરસ થયેલા મેસેજને લઇને સરકારી એજન્સીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ વાત તદ્દન ખોટી છે. ચીનમાં ફરીથી લોકડાઉન અને લશ્કર મૂકી દેવાયા બાદ આખા ભારતમાં ફરી ફરીને અફવા વધી રહી છે.