તાજા સમાચારગુજરાત

ધોરણ 12 કોમર્સના પરિણામ બાદ શિક્ષણપ્રધાને રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આપી સૌથી મોટી ખુશખબર

488views

આજ રોજ રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે આ પરિણામને લઇને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે 12 સાયન્સનું પરિણામ આવી ગયા બાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓમાં અત્યારે સામાન્ય પ્રવાહ તરફ વળવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એટલા માટે સતત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર દસ પંદર વર્ષે આ પ્રકારે ટ્રેન્ડમાં ફેરફાર થતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણી આ વખતે સારું પરિણામ જોવા મળ્યું છે. ગત વખત કરતા આ વખતે 3 ટકા વધુ પરિણામ આવ્યું છે. સારા પરિણામમાં શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે તથા નબળા પરિણામ શાળાઓ ઘટી છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળા ગત વખતે 222 હતી આ વખતે 269 શાળાઓ છે.