તાજા સમાચારદેશ

દિલ્હીમાં જીવલેણ વાયરસને નાથવા અમિત શાહ એકશન મોડમા, 24 કલાકમાં ત્રીજી વાર બેઠક બોલાવી લિધા આ મોટા નિર્ણયો

623views

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં સામે આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ અગાઉ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ દિલ્હીની કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કોરોના દર્દીઓની લાશો કચરાના ઢગલામાંથી મળી રહી છે, તો આ માણસો સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન છે. ત્યારે દિલ્હીની બગડતી સ્થિતિને કાબૂમાં લેવા માટે હવે ગૃહમંત્રી અમિત શાહે મોર્ચો સંભાળ્યો છે.

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ફરી એક વખત કોરોના મામલે સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 11:00 કલાકે શરૂ થનારી આ બેઠકમાં દિલ્હી ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીએસપીના અધ્યક્ષ સામેલ થશે. ગઈકાલે દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈ
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.

ત્યાર બાદ ગૃહમંત્રીએ સાંજે પાંચ કલાકે નગરનિગમના મેયર અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કોરોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા અને દિલ્હીમાં કોરોના મામલે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.