તાજા સમાચારગુજરાત

અમદાવાદ શહેરના આ 10 કન્ટેઈનમેન્ટ ઝોનને મળી શકે છે છૂટછાટ, છેલ્લા 7 દિવસોમાં આ વિસ્તારમાં કોરોના કેસોમાં આવ્યો તીવ્ર ઘટાડો

296views

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસો અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. તેવામાં રૂપાણી સરકાર દ્વારા રાજ્યનું અર્થતંત્ર ફરી ધમધમતુ થાય તે માટે અનલોક 1 માં રાજ્યભરમાં અનેક પ્રકારની છૂટછાટો આપી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે અનલોક 1 લાગુ થયા બાદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોરોના કેસોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

શહેરના 10 મોટા કોવિડ -19 કન્ટેઈનમેન્ટ ઝોનમાં છેલ્લા અઠવાડિયામાં કોવિડ કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે. સેન્ટ્રલ ઝોનમાં કેન્દ્રિત આ વિસ્તારોમાં 27મી એપ્રિલથી 3 મેની વચ્ચે 1,082 કેસ નોંધાયા હતા. જ્યારે 1થી 7 જૂન દરમિયાનના એક સપ્તાહમાં 376 કેસ નોંધાયા હતા. આમ આ 10 કન્ટેઈનમેન્ટ ઝોનમાં એક અઠવાડિયામાં કોરોનાના 65% કેસો ઘટી ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેટાથી જાણવા મળ્યું છે કે, આ 10 કન્ટેઈનમેન્ટ ઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, અસારવા, શાહપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, બહેરામપુરા અને મણિનગરનો સમાવેશ થાય છે.