ગુજરાત

અમદાવાદમાંથી કોરોનાના દર્દીઓને અન્ય જિલ્લામાં ખસેડવા અંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનું મહત્વનું નિવેદન, અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ

206views

અમદાવાદમાં કોરોનાના કેસોને કારણે હોસ્પિટલો ફૂલ થઈ હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં શરૂ થઈ છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અમદાવાદના કોરોનાગ્રસ્ત દર્દીઓને અન્ય જિલ્લાની હોસ્પિટલોમાં શિફ્ટ કરાશે. જોકે આ અંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે અમદાવાદ કે અન્ય શહેરોમાં પુરતા બેડ ઉપલબ્ધ છે. અને દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે.

રાજ્યના આરોગ્ય કમિશનર આજે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા તે દરમ્યાન તેઓએ કહ્યું કે, મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં નહિ આવે. તેથી રાજ્યની જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવવું નહિ. અમદાવાદ અને અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા સારી છે.