તાજા સમાચારદેશ

ચીનની શાન ઠેકાણે લાવતુ આર્મી ચીફનું ધારદાર નિવેદન, ભારત-ચીન સીમા વિવાદ પર જાણો શું કહ્યું આર્મી ચીફે

350views

ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે કહ્યું, “હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે ચીન સાથેની આપણી સરહદો પરની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. અમારી વચ્ચે વાતચીતની તબક્કાવાર ચાલી રહી છે, જેની શરૂઆત મુખ્ય કમાન્ડર સ્તરની વાતચીતથી થઈ ગઇ છે.” આર્મી ચીફે વધુમાં કહ્યું કે, “અમે આશા રાખીએ છીએ કે સતત વાતચીત દ્વારા આપણે ભારત-ચીન વચ્ચેના બધા મતભેદોનો ઉકેલ લાવવામાં સફળ રહીશું. દરેક વસ્તુ હાલમાં નિયંત્રણમાં છે.”

આ સાથે નેપાળને લઇને સેના પ્રમુખે કહ્યું કે નેપાળની સાથે આપણા સંબંધો મજબૂત છે. અમારી વચ્ચે ભૌગોલિક, સાંસ્કૃતિક, એતિહાસિક અને ધાર્મિક જોડાણ છે. આપણી લોકો વચ્ચે અંદરનો સંબંધ વધુ મજબૂત છે. નેપાળની સાથે આપણા સંબંધ હંમેશા મજબૂત રહ્યાં છે અને ભવિષ્યમાં પણ મજબૂત રહેશે.

આર્મી ચીફે કહ્યું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરની વાત છે, તો અમે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લાં 10થી 15 દિવસમાં 15થી વધારે આતંકીઓ ઠાર મરાયાં છે. આ બધા જમ્મૂ-કાશ્મીરમાં તૈનત બધા સુરક્ષા દળો વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ અને સમન્વય કારણે શક્ય થયું છે. સૌથી વધારે ઓપરેશન સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર કરવામાં આવ્યાં છે.