તાજા સમાચારદેશ

દેશની સર્વોચ્ચ અદાલતે ટેસ્ટિંગ અને મૃતદેહો મુદ્દે દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા કહ્યું – દિલ્હીમાં ટેસ્ટિંગ ઓછા અને હોસ્પિટલમાં દર્દીઓની હાલત જાનવરો જેવી કેમ ?

217views

દેશના મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ લીધું છે. ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હીની કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી છે. આટલું જ નહીં અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને અન્ય રાજ્યોને પણ નોટિસ ફટકારી છે.

દિલ્હીમાં જે રીતે કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે તેના પર દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અદાલતે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી ને પૂછ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગ ઓછી કેમ થઇ ગયા છે ? આ સિવાય અદાલતે મૃતદેહની સાચવણી મુદ્દે પણ સરકારને ઝાટકી હતી.

સુપ્રીમ કોર્ટે 3 રાજ્યોને નોટીસ પાઠવી

નોંધનીય છે કે માત્ર દિલ્હી જ નહીં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પ.બંગાળને પણ નોટીસ ફટકારવામાં આવી છે જેમાં સરકારી અસ્પતાલોની પરિસ્થિતિ પર સવાલ કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના ડાયરેક્ટરોએ હવે દર્દીઓના સારવારની વિગત અદાલતને આપવાની રહેશે. આ મામલે હવે ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.