દેશ

લોનના હપ્તા પર વ્યાજ માફી અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી – સરકાર, આરબીઆઈ, અને નાણાંમંત્રાલય કરશે નિર્ણય

466views

લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ. જેમાં કોર્ટે કહ્યુ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છ મહિના લોનના હપ્તા ભરવામાંથી રાહત આપી છે તેમા વ્યાજ સંપૂર્ણ માફ નહી પરંતુ વ્યાજ ઉપર વ્યાજ હોવું જોઈએ નહી. કોર્ટ આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરી છે. એક રીતે જોઈએ તો સુપ્રીમે લોન ધારકોને રાહત આપવા માટે લોનના હપ્તા નહી તો વ્યાજમાફી આપવાની સુચના આપી છે. સુપ્રીમના નિર્દેશને પગલે કેન્દ્ર સરકાર, આરબીઆઈ અને નાણાં મંત્રાલય વચ્ચે ત્રણ દિવસમાં બેઠક યોજાશે જેમાં આ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરાશે.

મહત્વનું છે કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન લોનધારકોને રાહત આપવા આરબીઆઈએ 1 માર્ચથી 31 મે,2020 સુધી તમામ લોનના હપ્તાની ચૂંકવણીમાં રાહત આપી હતી ત્યાર બાદ આ સમયગાળો 31,ઓગસ્ટ 2020 સુધી લંબાવાયો છે. જોકે આ રાહતમાં વ્યાજ ચૂકવણીમાં કોઈ રાહત અપાઈ નથી. આ ઉપરાંત બેન્કોએ પણ તેમની બેલેન્સશીટ સંભાવળવા માટે વ્યાજ પર વ્યાજ વસુલાશે તેમ જણાવાયું છે.

31 માર્ચ સુધીમાં 8.45 લાખ કરોડનું ધિરાણ ધરાવતી આઈસીઆઈસીઆઈ બેન્કમાં હપ્તા અને વ્યાજની મુક્તિ માટે મોટા પ્રમાણમાં અરજીઓ આવી છે. બેન્ક ગત શુક્રવારે જાહેર કરેલા તેના પરિણામોમાં જણાવ્યું હતુ કે લગભગ કુલ ધિરાણના 30 ટકા માટે અરજીઓ આવી છે. જે કુલ ગ્રાહકોના 32 ટકા છે. તો આ તરફ મોરેટોરિયમ હપ્તા અને વ્યાજમાં રાહત માટે એક્સિસ બેન્કમાં દર ચોથા લોનગ્રાહકે અરજી કરી છે. બેન્કિંગ એક્સપર્ટના મતે અત્યારે લોકો પોતાના હાથ ઉપર રોકડ કે ખાતામાં નાણા ભંડોળ જાળવી રાખવા ઇચ્છતા હોવાથી મોરેટોરીયમ સ્કીમનો ઉપયોગ કરી રાહતો મેળવી રહ્યા છે.