ગુજરાત

પાણી પહેલા પાળ : વધુ વરસાદની સંભાવનાને પગલે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત

101views

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર દ્વારા ડેમમાં પાણીનુ લેવલ જળવાઈ રહે તે માટે પાણી છોડવાની શરૂઆત થઈ છે. વાત છે ઉકાઈ ડેમની કે જે ચોમાસા પહેલા જ છલોછલ થઈ ગયો છે. ઉકાઈમાં જૂન માસમાં પાણીની સપાટી 319 ફૂટ આસપાસ નોંધાઈ હતી. અને હવે વરસાદની સંભાવના જોતા ગત રાતથી જ પાણી છોડવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ તંત્ર દ્વારા ઉકાઈ ડેમના દરવાજા ખોલીને પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તેમજ એક હાઈડ્રો યુનિટ પણ શરૂ કર્યું છે.

આ ઉપરાંત ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલથી નીચે લાવવા માટે પણ કવાયત શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે આ વર્ષે ઉકાઈ ડેમમં ગત વર્ષની સરખામણીએ ચોમાસાની સિઝન પહેલા 42 ફૂટ પાણી વધારે હતી. જેથી વધારે વરસાદ થાય તે પહેલા જ તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે વહેલાસર પાણી છોડાઈ રહ્યું છે.