તાજા સમાચારગુજરાત

હવે તમે ઘરે બેઠા જાણી શકશો કોવિડ હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા, આ શહેરમાં શરૂ કરવામાં આવી ઓનલાઈન સુવિધા

474views

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં રહેલી કોવિડ હોસ્પિટલની બેડ વિશેની જાણકારી લોકોને ન હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરીજનોને આ મહામારીમાં કોઇપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે AMC દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યને લઇને ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જાણી શકશે કે કઇ હોસ્પિટલમાં કેટલા બેડ છે.

AMC એ શરૂ કરેલી સુવિધામાં કોવિડ હોસ્પિટલોમાં કઈ કેટેગરીમાં બેડ ખાલી છે તે વિશે પણ વિગતો મેળવી શકશો. જેમા સાદા બેડ, ઓક્સિજન સાથેના બેડ, વેન્ટિલેટર અને ICU વગેરે વિશેની પણ જાણકારી ઉપ્લબ્ધ છે. જેમાં http://ahna.org.in/ આ વેબસાઈટ ઉપર માહિતી મૂકવામાં આવી છે.