Uncategorized

ફેક ન્યૂઝને ફેલાવો રોકવા ટ્વીટરનું મહત્વપૂર્ણ પગલું, હાલમાં એન્ડ્રોઈડ ડિવાઈસ પર ટેસ્ટિંગ તબક્કામાં ટેકનોલોજી

119views

હાલ સોશિયલ મીડિયાના સમયમાં ફેક ન્યૂઝને ફેલાવો બહુ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા કંપનીઓ પણ ફેક ન્યૂઝ ફેલાતા અટકે તે માટે ટેકનોલોજી વિકસાવી રહી છે. આ જ કડીમાં ટ્વીટર પણ વધુ એક નવી ટેકનોલોજી ફીચર લઈને આવી રહ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ્સ હવે રીટ્વીટ્સ પર નિયંત્રણ લાદવાની તૈયારીમાં છે. ટ્વીટર નવા પ્રોમ્પ્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. જેનાથી યુઝર કોઈ પણ લિન્ક રીટ્વીટ કરતા પહેલા તેને સંપૂર્ણ વાચી છે કે કેમ તે પ્રશ્ન પૂછશે. ટ્વિટર સપોર્ટ પેજે ટ્વીટ કરી તેની માહિતી આપી છે

ટ્વીટ અનુસાર યુઝર કોઈ પણ આર્ટિકલ શેર કરતા પહેલા તેને એક વાર વાંચીને શેર કરે તે આવશ્યક છે. હાલ તેનું ટેસ્ટિંગ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ પર કરાઈ રહ્યું છે. આ ફીચર ટ્વિટરમાં શેર કરવામાં આવતી લિન્ક જો યુઝરે ઓપન કરીને વાંચી નહી હોય તો તેને ઓપન કરીને પહેલા વાંચવા માટે જણાવાશે.

ટ્વિટર સપોર્ટ પેજે યુઝરે પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે યુઝરના અન્ય કોઈ ડેટાને ટ્રેક નહી કરાય. માત્ર જે તે ન્યૂઝ આર્ટિંકલની લિન્ક યુઝરે ટ્વિટર પર ઓપન કરી છે કે કેમ તે જ ટ્રેક કરાશે. જોકે તેમા કોઈ પણ રોક ટોક વગર રિટ્વિટનો ઓપ્શન મળશે. ફેક ન્યૂઝ ફેલાતા અટકે તે માટે કંપની આ નવું ફીચર લાવી રહી છે. જોકે તે ક્યારે લોન્ચ થશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.