તાજા સમાચારદેશ

દેશના આ રાજ્યએ નાગરિકોને આપી ચેતવણી, કહ્યું – નિયમોનું કડક પાલન નહી કરો તો રાજ્યમાં ફરી લાગુ થશે લોકડાઉન

939views

અનલોક 1 માં કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ હવે દેશમાં જે ગતીએ કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રની રાજ્ય સરકારે નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપી દિધો છે કે જો લોકો અનલોક 1 માં નિયમોનું પાલન નહી કરે તો આગામી દિવસોમાં રાજ્યમાં કડક અમલ કરવામાં આવશે.

કોરોના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસોની સાથે સૌથી વધુ મોત પણ થયા છે. ત્યારે રાજ્યમાં સર્જાયેવી આ વિકટ પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને ચેતવણી આપી છે કે જો તેઓ નિયંત્રણોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તો ફરીથી લોકડાઉન થઈ શકે છે.