તાજા સમાચારગુજરાત

રાજ્ય સરકારે કોરોનાની મહામારીમાં નફાખોરી કરતી હોસ્પિટલોને આપી ચેતવણી, કોરોનાના દર્દીઓની મજબૂરીનો લાભ ઉઠાવતી હોસ્પિટલોને લાગશે સીલ – ડે.સીએમ. નીતિન પટેલ

190views

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવે તે માટે રૂપાણી સરકાર દ્વારા અનેક સ્વાસ્થ્યલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ કોરોના મહામારીના સમયે એવી અનેક હોસ્પિટલો છે જે દર્દીઓની મજબૂરીનો લાભ ઉઠાવી રહી છે. ત્યારે રાજ્યા સરકારે આવી તમામ હોસ્પિટલો સામે લાલ આંખ કરી છે.

દર્દીઓ પાસેથી વધારાનો ચાર્જ વસુલનાર ખાનગી હોસ્પિટલો અંગે નાયાબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, હું આરોગ્ય મંત્રી તરીકે આવી ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપુ છું કે, કોઇપણ રીતે દર્દીઓ પાસેથી વધારાનો ચાર્જ વસુલશે તો આવી તમામ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે આવી હોસ્પિટલો સામે કાયમી રીતે રાજ્યનો આરોગ્ય વિભાગ કડકમાં કડક પગલા લેશે. એટલે આવી હોસ્પિટલોના સંચાલકો કે માલિકો વધારાનો ચાર્જ લેવાનું વિચારે નહી.