તાજા સમાચારદેશ

જનતાની સરકાર કેવી હોય તે મોદી સરકારે બતાવ્યું, ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ જન સંવાદ રેલીમાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન

124views

વિશ્વ ભરમાં કોરોના વાયરસની મહામારી ચાલતી હોય, આ પરિસ્થિતિને ધ્યાને લઇ તેમજ આગામી સમયમાં ટેકનોલોજીના માધ્યમથી પરસ્પર સંવાદ થઇ શકે તેમજ સોશ્યલ ડીસ્ટસીંગ જળવાય રહે તે હેતુંને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોન તથા મધ્ય ઝોનની વર્ચિયુલ રેલી યોજાઈ હતી. સાથે જ આ વર્ચિયુલ રેલીમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તથા ગુજરાત અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી એ આ જન સંવાદ રેલીને સંબોધન કર્યું હતું.

ગુજરાતમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોન તથા મધ્ય ઝોનની યોજાયેલી રેલીમાં સંબોધન કરતા કહ્યું કે, મોદી સરકાર 2.0 નું સફળ પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર વિવિધ યોજનાઓથી નાગરિકોને પરિચિત કરાવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી ની આગેવાનીમાં સમગ્ર દેશમાં જન સંવાદ રેલીઓ યોજાઈ રહી છે. મોદી સરકારની યોજનાઓને જમીન પર ઉતારીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, આફત માનવ સર્જિત હોય કે કુદરતી હોય ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ હંમેશા અવિરત સેવા કરી છે. આ સેવાની જનતાએ નોંધ લઈને અનુભવી પણ છે.

અથાગ પરિશ્રના કારણે મોદી સરકાર 2019માં 303 સુધી પહોંચી

ગુજરાતમાં જન સંવાદ રેલીને સંબોધતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કરતા કહ્યું કે, મોદી સરકારે પોતાના અથાગ પરિશ્રમ થકી લોકોને અનુભવ કરાવ્યો છે કે, લોકોની સરકાર કેવી હોય છે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપને 2014 માં 242 સીટો મળી હતી પરંતુ 2014 થી લઇને 2019 સુધીના પાંચ વર્ષમાં સરકારે કરેલા કાર્યોના પરિણામે દેશમાં મોદી સરકારની બેઠકો વધી 303 સુધી પહોંચી છે.

આતંકવાદીઓનો સફાયો

આ સાથે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મોદી સરકારે આ એક વર્ષમાં અનેક ઐતિહાસિક પગલાઓ લીધા છે. સાથે જ છેલ્લા બે અઠવાડિયામાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા, અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.