દેશ

ચીનની આ ચાલાકીથી ભરમાશો નહી, ‘મેડ ઈન ચાઈના’ના બદલે અપનાવ્યું નવું નામ, મોટા ભાગના લોકો આ નામથી અજાણ

441views

આત્મનિર્ભર ભારત અભિયાન અને વોકલ ફોર લોકલથી ચીનની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં ચીની ઉત્પાદનોના બહિષ્કારની જનજાગૃતિ ઝૂંબેશ સામે ચીને નવી ચાલાકી અપનાવી છે. ચીને હવે ‘મેડ ઈન ચાઈના’ને બદલે ‘મેડ ઈન પીઆરસી’નું લેબલ લગાવવાનું શરૂ કર્યું છે. માર્કેટમાં અચાનક આ લેબલ લાગેલા પ્રોડક્ટની ડિમાન્ડ પણ વધી ગઈ છે. કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગેરેમાં ‘મેડ ઈન પીઆરસી’નું લેબલ જોવા મળી રહ્યું છે.

‘મેડ ઈન પીઆરસી’ એટલે ‘મેડ ઈન ચાઈના’નું સુધારેલું નામ

ભારતમાં વેપારીઓની સાથે સાથે લોકો પણ ચીની પ્રોડક્ટની ખરીદી ટાળી રહ્યા છે. જેનાથી ચીનના અર્થતંત્રને પણ ફટકો પડવાની શરૂઆત થઈ છે. ભારતમાં ‘મેડ ઈન ચાઈના’ શબ્દ પ્રત્યે લોકોમાં નેગેટીવ ઈમેજ ઉભી થઈ છે જેથી ચીને તેનો પણ તોડ કાઢ્યો છે. ચીન હવે ‘મેડ ઈન ચાઈન’ના બદલે ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે. સરેરાશ ભારતીય ગ્રાહક એ વાતથી અજાણ છે કે ‘મેડ ઈન પીઆરસી’ એ મેડ ઈન ચાઈનાનું જ બીજું નામ છે. ચીનનું સત્તાવાર નામ ‘પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ છે. અને પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાનું ટૂંકું નામ પીઆરસી છે. ચીને હવે તેની બધી જ પ્રોડક્ટમાં ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે.

‘મેડ ઈન ચાઈના’ની નેગેટિવ ઈમેજમાંથી છુટકારો મેળવવા ચીને ‘મેડ ઈન પીઆરસી’ નામે રીબ્રાન્ડિંગ કર્યું છે. જે માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ છે.