દેશ

અનામતને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું અનામત એ મૌલિક અધિકાર નથી

426views

અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત એ મૌલિક અધિકાર નથી. તમિલનાડુંમાં નીટ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અનામત મામલા અંગે અનેક રાજકીય પક્ષોની અરજીને સ્વીકારની સુપ્રીમ કોર્ટે ના પાડી. DMK-CPI-AIADMK તમિલનાડુની અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET અંતર્ગત મેડિકલ કોલેજોમાં સીટોને લઈને તમિલનાડુમાં 50 ટકા ઓબીપી અનામતના મામલે અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ક્હયું કે, આ કેસમાં કોઈના મૌલિક અધિકાર ઝુંટવાયો છે? તમારી દલીલોથી એવું લાગે છે કે તમે માત્ર તમિલનાડુના કેટલાક લોકોની ભલાઈની વાતો કરો છો. DMK તરફથી દલીલ કરાઈ કે અમે કોર્ટને વધારે અનામત આપવા માટે નથી કહી રહ્યા પરંતુ જે છે તેને લાગુ કરવા માટે કહી રહ્યા છીએ. આ દરમિયાન જસ્ટિસ રાવે કહ્યું કે, અનામત કોઈ મૌલિક અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચો અને હાઈકોર્ટમાં દાખલ કરો.

જોકે, આ દરમિયાન ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ખુશ છીએ કે આ મામલે તમામ રાજનીતિક દળ એક સાથે આવ્યા છે, પરંતુ અમે આ અરજીને સાંભળીશું નહીં. જોકે, અમે તેને નકારી નથી રહ્યા અને તમને સુનાવણી માટેની તક હાઈકોર્ટમાં આપી રહ્યા છીએ. આ પહેલા પણ અનામતને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી એવી ટિપ્પણી કરવામાં આવી છે કે અનામત કોઈપણ પ્રકારનો મૌલિક અધિકાર નથી.