તાજા સમાચારગુજરાત

શું ગુજરાતમાં ફરી આવશે લોકડાઉન ?, ડે.સીએમ નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો

8Kviews

મોદી સરકાર દ્વારા દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા 4 અલગ અલગ પ્રકારના લોકડાઉન લાવવામાં આવ્યા અને હાલ પણ દેશભરમાં અનલોક 1 લાગુ છે. તેમ છતાય દેશમાં કોરોના સંક્રમણા કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયામાં એવા પ્રકારની અફવા ચાલી રહી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં લોકડાઉન લાગુ થશે. ત્યારે ડે.સીએમ નીતિન પટેલે લોકડાઉનને લઇને કરેલી સ્પષ્ટતા બાદ આ અફવાઓનો અંત આવ્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ફરી લોકડાઉન થવાની અફવા પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાનું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાત માત્ર અફવા છે. મહત્વનું છે કે, 15 જૂન બાદ ગુજરાતમાં ફરી લૉકડાઉન થવાની અફવા ઉડી હતી.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉન વધારવામાં આવ્યુ

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉન વધારવામા આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્રનરનુ જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. 30 જૂન સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, દુકાનો બંધ રહેશે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. લૉકડાઉન સાથે કલમ 144 પણ લાગુ રહેશે.