ગુજરાત

નર્મદે સર્વદે: સતત વધી રહી છે નર્મદા ડેમમાં જળસપાટી, ગુજરાતની મેઈન કેનાલોમાં છોડાયું પાણી, ખેડૂતોમાં આનંદની લાગણી

155views

ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે પીવાના પાણીની તકલીફ નહી પડે. ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 28,950 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં 1 મીટનો વધારો થયો છે. હાલમાં ડેમમાં પાણીની સપાટી 126.37 મીટરને પાર થઈ છે.

ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેને પગલે ગુજરાતની મેઈન કેનાલમાં 10 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલની સ્થિતિમાં ડેમમાં 2270 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થઓ ઉપલબ્ધ છે. તેમજ ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે ડેમમાં જળ સપાટીમાં હજી વધારો થવાની સંભાવના છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેશે અને રાજ્યના અંદાજે 4 કરોડ નાગરિકોને પીવા માટે નર્મદાનું પાણી પણ મળી રહેશે. ડેમમાં સતત વધતી જળ સપાટીથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે.