તાજા સમાચારગુજરાત

રાજ્યના આ જિલ્લાઓમાં આજે રાત્રે આઠ વાગ્યા સુધી મુશળધાર વરસાદની આગાહી

767views

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે..તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીરસોમનાથમાં પણ ધીમીધારે વરસાદ પડી શકે છે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અવિરત વરસાદ પડતો રહે તેવી શક્યતા છે. આ તરફ કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખેડા, આણંદ અને ગાંધીનગર પણ ઢળતી સાંજે વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી શું?

સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પડશે વરસાદ
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પડી શકે વરસાદ
રાત્રે 8 વાગ્યા સુધી અનેક જિલ્લામાં પડશે વરસાદ
હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પડી શકે વરસાદ
જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસી શકે છે વરસાદ
જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી
કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી
અમદાવાદ,ગાંધીનગર, ખેડા, આણંદમાં પડી શકે છે વરસાદ