તાજા સમાચારદેશ

લક્ષણો ન ધરાવતા દર્દીઓથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે ખરી ?

539views

છેલ્લા કેટલાય સમયથી વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવતો હતો કે, હવે એવા દર્દીઓ સામે આવી રહ્યા છે જેમને લક્ષણો ન હોવા છતા પણ કોરોના પોઝિટિવ આવે છે.. જેના કારણે કોરોના વાયરસને લઇને લોકો ડરના માહોલમાં જીવી રહ્યા હતા. પરંતુ હવે એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું છે કે જેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા ન મળતા હોય તેવા લક્ષણો વગરના દર્દીઓથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ ઓછું રહેલું છે.

WHOએ આપી જાણકારી

WHOમાં કોરોના વાયરસની ટેક્નિકલ ટીમના પ્રમુખ મારિયા વેન કેરખોવે સોમવારે રાતે બ્રિફિંગ દરમિયાન ખુલાસો કર્યો કે કોરોના વાયરસના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ લાગવાનું જોખમ ખુબ ઓછુ રહેલું છે. મારિયાનું કહેવું છે કે WHOએ દુનિયાના વિભિન્ન દેશોમાં થયેલા રિસર્ચના આધારે માન્યું છે કે જે લોકોમાં કોરોના વાયરસ કે ફ્લુ જેવા લક્ષણો જોવા મળે તેમનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ રહેલું છે.

ICMRનો રિપોર્ટ પણ આપણા માટે રાહતભર્યો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જે જિલ્લાઓમાં વધારે કેસ છે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તેમાં રહેતી 15-30 ટકા વસ્તી કોવિડ 19ના ચેપથી ગ્રસ્ત છે પંરતુ રાહતની વાત પણ છે કે તેઓ આપોઆપ સાજા થઈ રહ્યાં છે.