તાજા સમાચારદેશ

બંગાળમાં દીદીના ગઢમાં અમિત શાહનો આક્રમક પ્રચાર, પશ્ચિમ બંગાળને લઇને કહી દીધી આટલી મોટી વાત

177views

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિહાર અને ઓડિશા બાદ આજે પશ્ચિમ બંગાળ જન સંવાદ રેલીને સંબોધન કરી રહ્યા છે. આ તમામ રેલીઓ ફક્ત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીથી કરવામાં આવી રહી છે. અમિત શાહે તેમના ભાષણમાં સીએએ, રાજ્યમાં હિંસા અને કેન્દ્રિય યોજનાઓને લાગુ ન કરવા જેવા ઘણા મહત્વના મુદ્દાઓ પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેરી લીધા હતા.

શાહે દીદી પર કર્યા આકરા પ્રહાર

શાહે કહ્યું કે, મમતા બેનરજીએ શ્રમિકોનું અપમાન કર્યું છે. શ્રમિક ટ્રેનને તમે કોરોના એક્સપ્રેસ કહી છે પરંતુ તે જ તમને રાજ્યમાંથી બહાર કરશે. તમે મજૂરોના ઘાવ પર મીઠું ભભરાવી રહ્યાં છો અને તેઓ આ અપમાન ક્યારેય ભૂલશે નહીં. શાહે કહ્યું કે જે બંગાળમાં રવિન્દ્ર સંગીતની ધુન સંભળાતી હતી તે બંગાળ આજે બોમ્બ ધડાકાથી હચમચી રહ્યું છે. ગોળીઓનો અવાજ, હત્યાઓ, અને લોકોની ચિત્કારથી સન્નાટો છવાયો છે. કોમી તોફાનોથી તેના આત્માને ખુબ મોટુ નુકસાન થયું છે.

અમિત શાહે કહ્યું કે, બંગાળમાં ગત લોકસભાની ચૂંટણીમાં 42 બેઠકોમાંથી 18 બેઠકો ભાજપે જીતી હતી. સાથે જ પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે.

અમિત શાહે ભાષણના અંતે પ્રખ્યાત કવિ દુષ્યંત કુમારની એક કવિતા વાંચી અને બંગાળમાં પરિવર્તન લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે,
हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए,
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए…