ગુજરાતદેશ

વર્ચ્યુઅલથી વિકાસગાથા: મોદી સરકારની બીજી ઈનિંગનું એક વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ભાજપનો હાઈટેક પ્રચાર

253views

• રાજ્યના પ્રત્યેક બુથમાં કાર્યકરોનું વોટ્સએપ ગ્રુપ બનાવશે, કેન્દ્રીય પ્રધાનોની ઝોન પ્રમાણે વર્ચ્યુઅલ રેલીઓ યોજાશે
• તમામ મોર્ચા દ્વારા વીડિયો કોન્ફરન્સથી સંમેલનો થશે
• દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાં બે સંમેલનો કરશે
• તમામ ધારાસભ્યો મત વિસ્તારોમાં એક – એક સંમેલન કરશે
• 15 થી 28 જૂન વચ્ચે તમામ કાર્યકરો બુથમાં બબ્બેની સંખ્યામાં જઈને પત્રિકા વિતરણ કરશે
• પત્રિકામાં કેન્દ્ર સરકારની છેલ્લા એક વર્ષની કામગીરીની ઝલક

દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતને જોતા જાહેર કાર્યક્રમો થઈ શકે તેવી સ્થિતિ નથી. આવા સમયે ભાજપે પ્રચારની એક નવી જ દિશા શરૂ કરી છે. ભાજપે સમયને અનુરૂપ હાઈટેક પદ્ધતિથી ઓનલાઈન પ્રચારલક્ષી કાર્યક્રમો કરવાનું નક્કી કર્યુ છે. જેમાં વર્ચયુલ રેલી, વિડીયો કોન્ફરન્સ સંમ્મેલન વગેરેનો સમાવેશ થાય છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા કોરોનાની મહામારી સામે મજબૂતાઈથી પગલા લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લી ચૂંટણી પછી પ્રથમ વર્ષ અને કુલ ૬ વર્ષ પુરા કર્યા છે. સરકારનું છઠ્ઠુ વર્ષ ખૂબ મહત્વનું રહ્યુ છે. PM મોદી અને અમિત શાહના નેતૃત્વમાં

• કલમ 3૭૦ નાબુદ કરવામાં આવી, જેનાથી દેશ પરનું વર્ષો જૂનુ કલંક ભૂંસાયું, CAA કાયદો અમલમાં આવ્યો
• ત્રિપલ તલાકનો કાયદો પણ આ વર્ષમાં આવ્યો
• રામ મંદિર નિર્માણનું પણ સુખદ નિરાકરણ આવ્યું.

આમ મોદી સરકારનું છઠ્ઠુ વર્ષ દેશ માટે અને સરકાર માટે ખૂબ મહત્વનું રહ્યું. કોરોનાની મહામારીમાં સરકાર અને જનતા સાથે મળીને લડે છે. જનજાગૃતિમાં મિડીયાનો ફાળો મહત્વનો રહ્યો છે.
ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારે લોકોને મદદરૂપ બનવા અનેક પ્રયાસો કર્યા છે અને યોજનાઓ આપી છે.

• અર્થતંત્ર માટે પેકેજ આપ્યું
• ટેકાના ભાવે સરકારે ખેત ઉપજોની ખરીદી કરી
• વિજબીલમાં રાહતની વ્યવસ્થા કરી
• ખેડૂતોનું વ્યાજ સરકારે ભોગવ્યુ અને ધિરાણ પરત કરવાની મુદત ૩૧ ઓગષ્ટ સુધી લંબાવી.
• નાના વાહનોને ૬ માસ માટે રોડ ટેકસમાંથી માફી આપી.

એ જ રીતે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં શાસનનું છઠ્ઠુ વર્ષ પણ વિકાસનું વર્ષ રહ્યુ છે. આત્મનિર્ભર ભારત માટે કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડનું પેકેજ આપ્યુ છે. ટેકાના ભાવ વધાર્યા છે. ભાજપ રાજ્યના પ્રત્યેક બુથમાં કાર્યકરોનું વોટસએપ ગ્રુપ બનાવશે. આગામી દિવસોમાં કેન્દ્રીયપ્રધાનો રાજ્યમાં ઝોનવાઈઝ વર્ચયુલ રેલી સંબોધશે.

કેન્દ્રીય પ્રધાનોની વર્ચ્યુઅલ રેલી
• પ્રકાશ જાવડેકર, 11 જૂને સાંજે 5 વાગ્યે
• નીતિન ગડકરી, 14 જૂને
• ધર્મેન્દ્ર પ્રધાન, 17 જૂને

આ ઉપરાંત યુવા મોરચા અને વિવિધ મોરચા દ્વારા વિડીયો કોન્ફરન્સથી સંમેલનો થશે. તેમજ દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાં બે તથા ધારાસભ્ય એક-એક સંમેલનો આ પદ્ધતિથી કરશે. તારીખ ૧૫ થી ૨૮ વચ્ચે તમામ કાર્યકરો તમામ બુથમાં બબ્બેની સંખ્યામાં જઈ પત્રિકા વિતરણ કરશે. જેમાં કેન્દ્ર સરકારની છેલ્લા એક વર્ષની કામગીરીની ઝલક અપાશે.