તાજા સમાચારદેશ

WHO એ મોદી સરકારની આ યોજનાના કર્યા ભરપેટ વખાણા, વિશ્વના દેશોને કહ્યું, આ યોજના ભારત માટે…

271views

કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશો માટે એક મોટું સંકટ ઉભું કર્યું છે. તેવામાં WHO ના વડા અદનોમ ઘેબરેસસે મોદી સરકાર દ્વારા 2 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનાના ભરપેટ વખાણ કર્યા હતા. આ સાથે તેમણે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને વિશે કહ્યું કે, આ સમય ભારત માટે ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય સંભાળને આગળ વધારવાની એક તક છે.

મોદી સરકારની આ યોજના અંગે WHO એ શું કહ્યું?

WHO ના વડા અદનોમ ઘેબરેસસે કહ્યું કે, કોરોના વાયરસ એ વિશ્વના ઘણા દેશો માટે એક મોટો પડકાર છે, પરંતુ આપણે તેમાં પણ તકો શોધવી પડશે,” ઉદાહરણ તરીકે ભારતમાં, આયુષ્માન ભારત યોજનાને આગળ ધપાવવાની તક છે. વિશેષ ધ્યાન પ્રાથમિક આરોગ્ય સંભાળ પર ધ્યાન આપી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, મોદી સરકાર આયુષ્માન ભારતને ઝડપથી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.