તાજા સમાચારગુજરાત

મૂળ ગુજરાતી આશકા દેસાઇએ અમેરિકામાં ડંકો વગાડ્યો, આ અવિશ્વસનીય કાર્ય બદલ અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સન્માનિત કરાઇ

210views

કોરોના કાળની વચ્ચે પણ ગુજરાતીઓ વિદેશોમાં પોતાની આવડતના કારણે પોતાના દેશનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. હાલ દાહોદની આશ્કા દેસાઈને અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે, જે ગુજરાત માટે એક ગૌરવની વાત છે. દાહોદની આશ્કા દેસાઈ હાલ દુબઈમાં રહે છે. મૂળ દાહોદના વતની અમીષીબેન અને મિતેશભાઈ બાબુલાલ દેસાઈની દીકરી આશ્કા દેસાઈએ અમેરિકામાં પોતાનો ડંકો વગાડ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના બધા વિશ્વ વિદ્યાલયોમાંથી અલગઅલગ રમત માટેની ટીમમાંથી નામાંકિત થતા જે તે વિદ્યાર્થી- ખેલાડીઓ પૈકી માત્ર ૪ વિદ્યાર્થીઓને જ ગૌરવવંત આ એવોર્ડથી સમ્માનિત કરાય છે. સતત ચાર વર્ષ સુધી યુનિવર્સિટી ઓફ ડેલાવેરની ગોલ્ફ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી આશ્કા દેસાઈને આ બહુમાન, તેની ગોલ્ફ રમતની ઉપલબ્ધિઓ ઉપરાંત અતિ ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન માટે આપવામાં આવ્યું છે.