તાજા સમાચારગુજરાત

અમદાવાદમાં વરસાદ પણ થયો અનલોક, બપોરના સમયે ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

159views

એક તરફ દેશ અને ગુજરાતમાં આજથી અનલોક 1 હેઠળ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ અને ધાર્મિક સ્થળો ખુલી ગયા છે ત્યારે અમદાવાદમાં વરસાદે અનલોક થયો છે. બપોરના સમયે ભારે પવન અને વીજળીના કડાકાઓ સાથે શહેરમાં ધોરધાર વરસાદ તૂટી પડ્યો. જે રીતે વાંદળાઓ બંધાયા હતા તેને જોતા જ લાગતુ હતું કે વરસાદ ધોધમાર આવશે અને થયુ પણ એવું. અંદાજે સાડા ત્રણ વાગ્યા આસપાસ વીજળીના કડાકાઓ સાથે ભારે વરસાદ થતા શહેરીજનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. તો બીજી તરફ કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત મળી છે.

હવામાન વિભાગના મતે ‘ઉત્તર ગુજરાત અને તેને સંલગ્ન દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ‘ તેમજ આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.