Uncategorized

આગામી 5 દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા રહેશે મહેરબાન, હવામાન વિભાગે કરી મોટી આગાહી

671views

સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ નથી પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાત અને તેલે સંલગ્ન દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.