દેશ

ચીનને હવે ચચરશે, ભારતમાં વેપારીઓનું સૌથી મોટું સંગઠન 10 જૂનથી શરૂ કરશે ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કારનુ મેગા અભિયાન

574views

ચીનના ઈકો ટેરરિઝમ સામે ભારતે હવે આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને વોકલ ફોલ લોકલ માટે અપીલ કરી છે. સ્વદેશી અપનાવો અભિયાન હવે ધીમે ધીમે દેશવ્યાપી બની રહ્યું છે. દેશભરના વેપારીઓનું ટોચનું સંગનઠ કન્ફેડશેન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) પણ હવે ચીની વસ્તુઓના બહિષકારના અભિયાનમાં સામેલ થયું છે. CAITએ 10 જૂનથી દેશભરમાં ચીની સામનને બહિષ્કાર માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આશરે 7 કરોડ જેટલા વેપારીઓ અને 40,000 વેપાર સંઘોનું પ્રતિનિધિત્વ કરતું આ સંગઠન વેપારીઓને ચીની વસ્તુઓ નહી પરંતુ સ્વદેથી ઉત્પાદનો અપનાવવા પ્રેરિત કરશે.

CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ મિશનને મજબૂતી આપવા તેઓ છેલ્લા અનેક વર્ષોથી થોડા-થોડા સમયે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવે છે જેના પરિણામસ્વરૂપ ચીની વસ્તુઓની આયાતમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-18માં ચીનથી 76 બિલિયન ડોલરની આયાત થઈ હતી જે હવે ઘટીને 70 બિલિયન ડોલર થઈ ગઈ છે.

CAITએ ચીનથી આયાત કરવામાં આવતા આશરે 3,000 ઉત્પાદનોની એક વ્યાપક યાદી તૈયાર કરી છે જેના વિકલ્પો ભારતમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. સંગઠન દ્વારા વેપારીઓને પ્રેરિત કરાશે કે તેઓ ચીનના બદલે સ્વદેશી ઉત્પાદનો જ વેચે જેથી આત્મનિર્ભર ભારત અભિયાન વધુ શક્તિશાળી બને.