તાજા સમાચારદેશ

ઓડિસાની જનસંવાદ વર્ચ્યુઅલ રેલીમાં અમિત શાહના ધારદાર નિવેદનોથી કોંગ્રેસને લાગ્યા મરચા

213views

પૂર્વ ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ઓડિશામાં જન સંવાદ રેલીને સંબોધન કર્યું હતું. શાહે કહ્યું હતું કે, આજે તમારી સામે સમૂહ સંવાદ થઈ રહ્યો છે અને આવી 75 વર્ચુઅલ રેલીઓ દ્વારા ભાજપના ઘણા નેતાઓ જનતા સાથે વાતચીત કરી શકશે.

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનું રાજકારણ કર્યું છે. 2014 માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારી સરકાર ગરીબ, આદિવાસીઓ અને દલિતોની સરકાર હશે. પીએમ મોદી જે કહે છે તે કરે છે. દેશના 60 કરોડથી વધુ ગરીબ લોકોનું જીવન ધોરણ ઉંચું કરવા માટે તેમણે ઘણા કામ કર્યું છે.

શાહે કહ્યુ, ‘કોઈ સ્વીડનમાં, કોઈ અમેરિકામાં લોકો સાથે વાત કરે છે, આ સિવાય શું કર્યું તમે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલ સહાયતા માટે 1.7 લાખ કરોડ રૂપિયા જરૂરીયાતમંદો માટે આપ્યા છે.’ તેમણે કહ્યુ, હવે ઓડિશાને ભારતીય જનતા પાર્ટીનો અભેધ ગઢ બનાવવાનું કામ કરવું છે. આ ભારતનું સંસ્કાર કેન્દ્ર છે, તેને વિકસિત રાજ્ય હોવું જોઈએ. ઓડિશાનો કોઈપણ ભાઈ રોજગાર માટે બીજા પ્રદેશમાં ન જાય, તેવી પરિસ્થિતિ આપણે બનાવવી છે. આ કામ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે છે.