તાજા સમાચારગુજરાત

ગુજરાતમાં ક્યારે ખુલશે શાળા -કોલેજો, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યું સ્પષ્ટ નિવેદન

1.77Kviews

કોરોના વાયરસના કારણે દેશભરની શાળાઓ તથા કોલેજોને તાળા વાગી ગયા છે. ત્યારે આજ રોજ માનવ સંશાધવ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાએ દેશભરમાં શાળા તથા કોલેજો 15 મી ઓગસ્ટ બાદ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારે આજરોજ ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં શાળાઓ તથા કોલેજો ખોલવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા શરૂ કરવા હમણા કોઇ ઉતાવળ નહીં, શિક્ષણવીદો સાથે ચર્ચા બાદ નવી પદ્ધતિથી શાળા ખોલીશું. બાળકના હિતમાં, તેની વ્યવસ્થા કરીને, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે, આરોગ્ય વિભાગની સલાહ સૂચના લઇને પરિસ્થિતિની સમિક્ષા કરીને આ અંગે નિર્ણય લઇશું. આજે શાળા ખોલવા અંગે વાત કરવી ખુબ વહેલું કહેવાશે.

આવતીકાલથી વિદ્યાર્થીઓ વિના શાળાઓ શરૂ થશેઃ શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રીએ કહ્યું કે, તમામ શિક્ષકોએ પણ શાળાએ આવવાની જરૂર નથી. બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. ચાલુ વર્ષની ફીમાં કોઇ વધારો કરવાનો નહીં આવે. દર્દીઓ મહિના પ્રમાણે ફી ભરી શકશે. વાલીઓએ એકસાથે ફી ભરવાની નહીં રહે.