તાજા સમાચારદેશ

કોરોનાકાળમાં જન સંવાદ મજબૂત કરવા ભાજપે અપનાવ્યો અનોખો રસ્તો, ગુજરાત સહિત આ રાજ્યોમાં યોજાશે વર્ચુઅલ રેલી

344views

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકડાઉન દરમિયાન જન સંપર્ક મજબૂત કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. તેવામાં ભાજપ દ્વારા જન સંપર્કને વધુ મજબૂત બનાવવા માટે અનોખો રસ્તો અપનાવામાં આવ્યો છે. જેમાં ભાજપે દેશના અલગ અલગ રાજ્યોમાં વર્ચ્યુઅલ નલાઇન રેલી યોજવાનું નક્કી કર્યું છે. રવિવારે બિહારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી બાદ પાર્ટી પણ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની રેલીઓનું આયોજન કરવામાં આવશે.

આ રાજ્યોમાં યોજાશે રેલી

બીજેપીની યોજના છે કે બિહારની વર્ચુઅલ રેલી બાદ પાર્ટી ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સમૂહ રેલીનું આયોજન કરશે. આ વર્ચુઅલ રેલીઓની શરૂઆત રવિવારે બિહારમાં અમિત શાહ કરશે. ત્યારબાદ પાર્ટીના નિર્ધારિત કાર્યક્રમો મુજબ બિહાર પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલી થશે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંબોધન કરશે. ગૃહમંત્રી અમિત શાહ 8 જૂને ઓડિશામાં અને 9 જૂને પશ્ચિમ બંગાળમાં વર્ચુઅલ રેલીને સંબોધન કરશે.

વર્ચુઅલ રેલીને લઇને રાજનાથી સિંહે કહ્યું કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થવા પર ભાજપ દ્વારા શ્રેણીબદ્ધ ‘વર્ચુઅલ રેલીઓ’ યોજવામાં આવી છે. ત્યારે આવતીકાલે હું સાંજે 6 વાગ્યે ડિજિટલ ટેકનોલોજીની મદદથી મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરોને સંબોધન કરીશ.