ગુજરાત

ભારતમાં કોરોનો વાયરસ સપ્ટેમ્બર સુધીમાં સમાપ્ત થઈ જશે, સ્વાસ્થય મંત્રાલયના વિશેષજ્ઞોનું અવલોકન

238views

ભારતમાં કોરોના સંકટ સમાપ્ત થવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના બે આરોગ્ય વિશેષજ્ઞોનો દાવો છે કે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ભારતમાંથી કોવિડ-19 મહામારી પૂર્ણ થઈ જશે. આ માટે વિશેષજ્ઞોએ ગાણિતિક સ્વરૂપ આધારિત વિશ્લેષણોનો સહારો લીધો છે. જેમાં એવુ સામે આવ્યું છે કે જ્યારે ગુણાંક 100 ટકા પર પહોંચી જશે ત્યારે આ મહામારી ખતમ થઈ જશે.

આ અભ્યાસ સ્વાસ્થ્ય મંત્રાલયમાં Directorate general of health services (DGHS)માં ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. અનિલકુમાર અને DGHSમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર રૂપાલી રોયે કર્યો છે. આ વિશ્લેષણ ઓનલાઈન જર્નલ એપીડેમીયોલોજી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયુ છે.

અધ્યન માટે વિશેષજ્ઞોએ બેલીના ગાણિતિક સ્વરૂપનો ઉપયોગ કર્યો છે. આ ગાણિતીક સ્વરૂપ કોઈ મહામારીના પૂર્ણ આકારના વિતરણ પર વિચાર કરે છે. જેમાં સંક્રમણ અને તેનાથી બહાર આવવાનું એમ બન્ને સામેલ છે.

આ મેથમેટિકલ ફોર્મ સતત સંક્રમણ પ્રકારના રૂપમાં ઉપયોગમાં લેવાયું, જે નવા સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રોત ત્યાં સુધી બની રહેશે જ્યાં સુધી તેના ચક્રથી તેઓ સંક્રમણ મુક્ત ન થઈ જાય કે પછી તેમનું મૃત્યુ ન થાય.

ભારતમાં 2 માર્ચથી કોરોના મહામારીની શરૂઆત થઈ – સાથોસાથ કુલ સંક્રમણ દર અને રોગથી બહાર આવવા માટે કુલ દરની વચ્ચે સંબંધના પરિણામ મેળવવા માટે પણ વિશ્લેષણ કરાયું છે.

અધ્યયન દસ્તાવેજ મુજબ બેલીજ રિલેટિવ રિમૂવલ રેટ (BMRRR), કોવિડ-19ના આંકડાકીય વિશ્લેષણ (લિનિયર) ના ભારતમાં આંકડાકીય વિશ્લેષણના પ્રદર્શિત થાય છે કે મધ્ય સપ્ટેમ્બર સુધી ‘લીનિયર લાઇન’ 100 પર પહોંચી રહી છે. એટલે કે સપ્ટેમ્બરના મધ્યભાગ સુધીમાં કોરોના સમાપ્ત થઈ જાય તેવો અધ્યનમાં દાવો કરાયો છે.