Uncategorized

કોરોના વેક્સીન મામલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, સુરક્ષા તપાસના તબક્કામાં પહોચી વેક્સીન

353views

કોરોના વાયરસ વેક્સીનના નિર્માણને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની વેક્સીનને લઇને મોટી બેઠક થઇ. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં આ વેક્સીનના 2 મિલિયનથી વધુ ડોઝ તૈયાર છે. જ્યારે સુરક્ષા તપાસમાં આ પાસ થઇ જશે તરત જ તેનું ટ્રાન્સપોટેશન શરૂ કરી દેવાશે. ટ્રમ્પે કહ્યું કે, અમે કાલે કોરોના વાયરસ વેક્સિન પર એક બેઠક કરી હતી, અમે અવિશ્વસનીય રૂપથી આ મામલે આગળ વધી રહ્યા છીએ. વેક્સીનને લઇને બહુ જ પ્રગતિ થઇ રહી છે. તેમણે દાવો કર્યો છે કે જો આ વેક્સીન સુરક્ષા તપાસને પૂરી કરી લે છે તો અમારી પાસે બે મિલિયનથી વધુ ડોઝ તૈયાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા કહ્યું હતું કે, કોવિડ 19 માટે રસી આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ જશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, અમેરિકન સરકાર રેમેડેસિવીર દવાની પાછળ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે. આ દવાને કોરોના વાયરસના કારણે થનારી બિમારીની સારવારમાં સારૂ પરિણામ આપ્યું છે ટ્રમ્પે એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી.