તાજા સમાચારદેશ

કોરોના મુદ્દે ભારત માટે રાહતના સમાચાર, WHO એ ભારતમાં ફેલાયેલા સંક્રમણને લઇને કર્યો મોટો ખુલાસો

1.62Kviews

કોરોના વાયરસ સતત દુનિયા માટે પડકાર બની રહ્યો છે. દુનિયાભરમાં લાખો લોકો આ મહામારીની ચપેટમાં આવ્યા છે. ત્યારે ભારતમાં પણ આ વાયરસે હડકંપ મચાવી દીધો છે. પરંતુ આ સમગ્ર બાબતો વચ્ચે WHO એ ભારતમાં ફેલાયેલા સંક્રમણને લઇને મોટું નિવેદન આપ્યું છે. WHOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું, પરંતુ તેનું જોખમ યથાયવત છે. એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે.

શું કહ્યું WHO એ ?

શુક્રવારે WHOના સ્વાસ્થ્ય આપત્તિ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.માઈકલ રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યા છે છે, પરંતુ મામલા સતત વધી રહ્યા છે. ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ આવું થવાનું જોખમ છે. રિયાન ચેતવણી આપી કે જો સંક્રમણ સમુદાયના સ્તરે શરૂ થશે તો તે ખૂબ ઝડપથી ફેલાશે.

રિયાનના જણાવ્યા પ્રમાણે, ભારતમાં લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સંક્રમણ વધવાનું જોખમ છે. અહીં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધારે છે, શહેરી વિસ્તારોમાં ભીડ અને ઘણા લોકોને દરરોજ કામ પર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેવા મુદ્દાઓ પણ છે.