ગુજરાત

8 જૂને નહી ખુલે સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર, દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન માટે ખાસ નિયમો

113views

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિરમાં દર્શન માટે હરીભક્તોને રાહ જોવી પડશે. રાજ્ય સરકાર દ્વારા ૮ જુનથી ધાર્મિક સ્થાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વડતાલ મંદિરના આદેશ મુજબ આગામી 17 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. તેમજ અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તો ઓનલાઈન હનુમાન દાદાના દર્શન કરી શકશે. તો મંદિર ખુલ્યા બાદ દર્શન માટે સરકારના નિયમ મુજબ 20 વ્યક્તિઓને જ પ્રવેશ અપાશે.
તો બીજી બાજુ લોકડાઉનને કારણે બે મહિના જેટલો સમય બંધ રહેલા દ્વારકાધીશના જગત મંદિરને ફરી શરૂ કરવાની કવાયત તેજ બની ગઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા બાદ 8મી જૂનથી દ્વારકા મંદિર ટ્ર્સ્ટનું વ્યવસ્થાપક મંડળ અને પોલીસ, આર્કિયોલોજીકલ વિભાગ અને સ્થાનિક તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
મંદિરમાં બેરીકેડ મૂકીને તેમજ પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન થઈ શકે તેવી તૈયારીઓ થઇ રહી છે…સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા કરીને મંદિર ફરી શરૂ કરાશે…દર્શનાર્થીઓને પણ ધસારો ન કરવા અપીલ કરાઇ છે…બીજી એક વાત એ પણ નક્કી કરાઈ છે કે સવારે પ્રવાસીઓનો ધસારો હોય તો સ્થાનિકોને બપોર બાદ દર્શનનો લાભ લેવા અપીલ કરાઇ છે.