દેશ

રેલવેમાં ટ્રેન ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, રિઝર્વેશન સોફ્ટરવેર પણ અપડેટ થઈ ગયા

197views

કોરોના સંકટ અને અનલોક 1 વચ્ચે ભારતીય રેલવે દ્વારા ટ્રેનોની સંખ્યામાં ધીમે ધીમે વધારો કરાઈ રહ્યો છે. જોકે કોરોના સંક્રમણથી બચવા માટે માત્ર કન્ફર્મ ટિકિટ મેળવતા યાત્રીઓને જ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે IRCTCએ ટ્રેનોના સંચાલનની સાથે કરન્ટ ટિકિટોના બુકિંગ પણ શરૂ કર્યા છે. જોકે રેલવે રિઝર્વેશન ટિકિટના ફોર્મમાં કેટલાક અગત્યના પરિવર્તનો કરાયા છે.

હવે ફોર્મમાં પ્રવાસીઓએ પોતાનું પુરુ સરનામુ, મકાન નંબર, ગલી, કોલોની, શહેર અને જિલ્લાની માહિતી પણ આપવી પડશે. પ્રવાસ વખતે જે મોબાઈલ સાથે હોય તે નંબર પણ ફોર્મમાં લખવો પડશે. રિઝર્વેશન કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ અથવા એપ્લિકેશનથી ટિકિટ લેતા હોય તે તમામ જગ્યાએ આ માહિતી આપવી આપવી પડશે. ભારતીય રેલવે દ્વારા એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે આ ફોર્મ ભરતા 70 સેકન્ડથી વધારેને સમય નહી લાગે.

રેલવે દ્વારા સેન્ટર ફોર રેલવે ઈન્ફેર્મેશન સિસ્ટમમાં પણ બદલાવ કર્યો છે. રેલવે સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર સાથે જોડાયેલા સોફ્ટવેરમાં પણ અપડેટ કરી દેવાયું છે.