દેશબીઝનેસ

સસ્તુ સોનું ખરીદવાની વધુ એક તક, 8 જૂનથી શરૂ થઈ રહી છે સરકારની સોનેરી યોજના

646views

જો તમે સસ્તુ સોનું ખરીદવા ઈચ્છા રાખતા હોવ તો તમારા માટે એક સારી યોજના શરૂ થવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર એક સ્કીમ ચલાવી રહી છે જેના માધ્યમથી તમે સસ્તુ સોનું ખરીદી શકો છો. જોકે આ સોનું પહેરી નહી શકાય પરંતુ ઈન્વેસ્ટમેન્ટ તરીકે જમા કરી શકાશે. સરકારની ગોલ્ડ સૉવરેન બોન્ડ યોજના 8 જૂનથી શરૂ થઈ રહી છે. જેમાં 4,677 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત પર સોનું ખરીદી શકશે.

દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઈન એપ્લિકેશ કરનાર અને ડિઝીટલ પેમેન્ટ કરનારાઓને પ્રતિ ગામ પર વધુ 50 રૂપિયા છૂટ મળશે. એટલે કે ખરીરદાને એક ગ્રામ સોનું 4,627 રૂપિયામાં પડશે. આ વખતે આ યોજના 8 જૂનથી 12 જૂન સુધી ખુલ્લી રહેશે. આ માટે તમે પોતાની બેન્કનો સંપર્ક કરીને ઓનલાઈન ખરીદી કરી શકો છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, એનએસઈ, બીએસઈ તેમજ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના માધ્યમથી પણ ખરીદી થઈ શકશે.

મહત્વનું છે કે સોનાની કિંમતો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. થોડા દિવસ પહેલા જ આરબીઆઈએ જણાવ્યું હતુ કે એપ્રિલથી સતત 6 મહિના સુધી સોનાની કિંમતો જાહેર કરાશે. એનો મતલબ એ થયો કે સપ્ટેમ્બર સુધી 6 વખત ગોલ્ડ સૉવરેન બોન્ડમાં પૈસા રોકવાની તક છે. જોકે આ યોજના હેઠળ સોનું ખરીદવાના કેટલાક નિયમો પણ છે. જેમાં ઓછામાં ઓછુ એક ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકાય છે.